સાગરસમ્રાટ

મુળશંકર ભટ્ટ

Twenty thousand leagues under the sea

સાગરસમ્રાટ

મૂળ લેખક જુલે વર્ન

 

આ પુસ્તક જુલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોતમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ 'નોટિલસ'ની કલ્પના જુલેવર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મુકાયેલી છે કે એને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જુલે વર્નની પાતલસ્પર્શી કલ્પનાને ઋણી છે. તરંગ અને ક૯૫ના બંને મને વિહારનાં જુદાં જુદાં સ્વરૂપ છે. તરંગને પાયે અધ્ધર છે, શૂન્યમાં છે, પિકળતામાં છે, મગજની અવ્યવસ્થામાં છે. કલ્પનાનો પાયો વાસ્તવિક્તામાં છે. જે માણસ જગતના સ્થળ અને સૂકમ તને તેના સત્ય સ્વરૂપમાં જોઈ શકતો નથી પણ તેને બદલે સ્વવાંછિત સ્વરૂપને કલ્પે છે. તે તરંગની પાંખે ઊડીને પછડાય છે. જે માણસ જગતનાં સ્થૂળ-સૂકમ તરોનાં આંતર રહને અંત ફુરણાથી પામી શકે છે, તે માણસને કલ્પના વરે છે અને તેને વરેલી કલ્પના તેને વર્તમાનમાંથી ભવિષ્ય ભાખતો બનાવે છે. જુલે વર્ન બીજા પ્રકારને કલ્પક છે, ભવિષ્યવેત્તા છે, આર્ષ દૃષ્ટિવાળે છે.

 

મુળશંકર ભટ્ટ

મુળશંકર ભટ્ટ