એકત્ર યુનિકોડ ફોન્ટ

જેમ જેમ કૉમ્પ્યુટર ઉપર આપણી ગુજરાતી લીપી અને ભાષાનો વપરાશ વધતો જાય છે તેમ તેમ સુંદર મરોડવાળા ગુજરાતી યુનિકોડ ફોન્ટ હોવા હવે જરૂરી થઈ પડ્યા છે. માઈક્રોસોફ્ટે શ્રુતિ અને એપલે પોતપોતાનાં કોમ્પ્યુટરમાં જ ચાલે તેવા ગુજરાતી યુનિકોડ ફોન્ટ બનાવ્યા છે. આ ઉપરાંત પણ બીજા ઘણા યુનિકોડ ફોન્ટ વપરાશમાં છે. પણ મુદ્રણમાં જેવા સુંદર મરોડવાળા ફોન્ટ છે તેટલાં સુંદર ફોન્ટ કૉમ્પ્યુટરના વપરાશ માટે નથી. ગુજરાતી મુદ્રણમાં `આકૃતિ’ અને `ભાષા ભારતી’ના ફોન્ટનું ચલણ છે. જેમાંથી એકત્રએ `આકૃતિ’નાં ફોન્ટ પસંદ કરીને તેને યુનિકોડમાં રૂપાંતરિત કરી સૌને વહેંચવા અને વાપરવાની વ્યવસ્થા કરી છે. એકત્રએ પણ તેની ઇ-બુક્સને આ જ ફોન્ટમાં ફેરવવાનું શરુ કર્યું છે.

આપ પણ અહીંથી આ ફોન્ટ ડાઉનલોડ કરી તમારા કૉમ્પ્યુટરના ફોન્ટ ફોલ્ડરમાં આ ચારેય ફોન્ટ ઉમેરો અને અન્ય યુનિકોડની જેમ જ તેને વાપરી શકાશે. આ ફોન્ટ વિન્ડોઝ તથા એપલ બન્નેમાં સુલભ છે. હજુ આ ફોન્ટ નવા હોવાથી તેમાં જરૂરી ફેરફારો થયા કરશે.

Click to download