હોમ

home_icon_1

‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ અને ગૂગલે દુનિયાભરનાં અપ્રાપ્ય અને જૂનાં એવાં એક લાખ પુસ્તકોને સ્કેન કરીને વિનામૂલ્યે વાંચી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આ યોજનામાંથી પ્રેરણા લઇને ‘એકત્ર’એ ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં 200 વર્ષનાં પ્રશિષ્ટ અને રસપ્રદ પુસ્તકોને વીજાણુ-ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરમાં વસતા ગુજરાતી વાચકોને એમના મોબાઈલ પર, આઈપેડ પર, કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાનો એક સાહસિક સંકલ્પ કર્યો છે.

‘એકત્ર’માટે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો સુલભ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. સાહિત્યનાં હાલનાં પ્રકાશનો, તથા પૂર્વેનાં પ્રકાશનો હાથવગાં કરાવવાં છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરવી છે. ડીજિટાઇઝ કરવા જેવાં કેટલાંક ગુજરાતી પુસ્તકોમાંથી કૉપીરાઈટ-મુક્ત – અને જે લેખકોની મંજૂરી મળી રહી છે તેમનાં પણ – જે જે પુસ્તકો તૈયાર થતાં જાય છે તેમ તેમ તેને વેબસાઈટ ઉપર મૂકતા જઈએ છીએ.

home_icon_2

ગુજરાતી ભાષામાં વિચારપત્રો, વ્યાપક વાચનનાં તેમજ સાહિત્યનાં સામયિકો ઘણાં છે. એમાં કેટલાંક વધુ મહત્ત્વનાં છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી, અને પહોંચાડવાં અત્યંત મુશ્કેલ પણ છે. ઉપરાંત, અનેક સામયિકોમાંથી ઉત્તમ કયાં તે પસંદ કરવાનું ને એને મંગાવવાનું સૌ માટે અશક્ય છે. વળી, વાચનમાં રસ હોય તો પણ સમયના અભાવે, સામયિકો પૂરાં વાંચી શકાતાં નથી. આ સંજોગોમાં આપણાં સામયિકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન-સંકલન આપતા એક ઇ-ડાયજેસ્ટ દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચન પહોંચાડવાનો એક સાહસિક પણ જરૂરી સંકલ્પ અમે કર્યો છે.

આપને જાણીને આનંદ થશે કે આપણા જાણીતા સાહિત્ય-વિવેચક-સંપાદક શ્રી રમણ સોનીના સંપાદનમાં આવું એક સામયિક ‘સંચયન’ અમે આરંભી દીધું છે – 2013ના ઓગસ્ટથી.

home_icon_3

હવે જયારે ઈન્ટરનેટ ઉપર ગુજરાતી પુસ્તકોની ઇબુકના ખડકલા થવાની શરૂઆત થઇ છે ત્યારે પુસ્તકોની પસંદગી ખુબ જ જરૂરી બની ગઈ છે. પોતાને મળતા સમયમાં વાચકો આસ્વાદી શકે એવાં, એટલાં ઉત્તમ ને રસાળ પુસ્તકો એમને દ્રષ્ટીપૂર્વક પસંદ કરીને આપવાં જોઈએ. અને એ કામ પડકારરૂપ છે – પણ મનગમતું છે. એ માટે આ બધાં જ પુસ્તકોને એક સાથે મેળવવા માટે અમે ‘એકત્ર બુક્સ’ નામની એપ્લીકેશન બનાવી છે જે એપલ અને ગુગલે માન્ય રાખી છે. હવે કોઇપણ આઇપેડ, આઇફોન કે એન્દ્રોઈડનાં ફોન કે ટેબ્લેટ ઉપકરણોમાં ચાલે તેવી એપ્લીકેશન ડાઉનલોડ માટે તૈયાર છે.

હવે ‘સંચયન’ ઉપરાંત એકત્રનાં વીજાણુ પ્રકાશનો તમારી આંગળીના ટેરવે છે.

ક્લિક કરો તમારા iPad કે Android પર:

Download_on_the_App_Store_Badge_US-UK_135x40en_app_rgb_wo_60